Touching lifes
bringing back the
smiles
#vardaancharitabletrust
તે શિક્ષણને લગતી દરેક સેવાઓ પુરી પાડે છે, તે ગરીબ પરિવારનાં બાળકોને શેક્ષણિક સહાય પુરી પાડે છે, તે ગરીબ પરિવારના બાળકોને ઘરેથી સ્કૂલ અને સ્કૂલ થી ઘરે સુરક્ષિત અને મફત વાહન વ્યવસ્થા દ્વારા લાવવામાં આવે છે જેથી બાળકો માટે અભ્યાસ સરળ બની રહે. આ ટ્રસ્ટ હાલમાં 20 થી 30 ગરીબ જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ સાથે વિવિધ શૈક્ષણિક સુવિધાઓ પુરી પાડે છે, વર્ષ 2010 થી સરકાર ગ્રુપ સતત સમાજ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે, જયારે જરૂરિયાતમંદોને સહાય કરવાની હોય ત્યારે સરકાર ગ્રુપ પાછળ રહેતું નથી - પછી એ આરોગ્ય હોય, રક્તદાન કેમ્પ હોય કે શૈક્ષણિક મદદ.
આ યાત્રાને વધુ દઢ બનાવવા માટે વર્ષ 2024 માં વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી, જે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરવા માટે સમર્પિત છે. વર્ષ 2010 થી સરકાર ગ્રુપ સમાજ સેવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે જેમ કે રક્તદાન કેમ્પ, આરોગ્ય સેવાઓ, જરૂરિયાતમંદ ની સહાય અને ખાસ કરીને બાળકોનું શિક્ષણ. વર્ષ 2024 માં આ સેવાઓને સુપ્રણાલીબદ્ધ બનાવવા માટે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. હવે આ તમામ સેવાઓ વરદાન ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સરકાર ગ્રુપ દ્વારા કરવામાં આવશે. વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ હાલમાં સુરતમાં કાર્યરત છે અને આવતા સમય માં પુરા ભારત માં પણ કાર્યરત થશે.
Meet the passionate individuals who give their time and energy to help transform lives and build a better tomorrow.
Testimonials from our supporters reflect the trust, compassion, and dedication behind our mission.
Explore our recent events dedicated to uplifting underprivileged children and fostering community support.
વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાંસદા તાલુકાના આદિવાસી અને જરૂરિયાતમંદ બાળકો માટે વિશેષ સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ લગભગ 200થી વધુ બાળકોને નવા કપડા અને શૈક્ષણિક પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા દરેક બાળક સુધી જરૂરી સહાય પહોંચાડવામાં આવી અને તેમને શિક્ષણ તરફ પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું. વરદાનનું મકસદ માત્ર સહાય કરવાનું નહીં પરંતુ બાળકોના ભવિષ્યના નિર્માણ માટે તેમના પગલાઓને મજબૂતી આપવાનું છે. આ કાર્યક્રમ દ્વારા વાંસદા ગામમાં ખુશીની લહેર છવાઈ ગઈ અને સમાજના નબળા વર્ગ માટે આશાનું પ્રકાશ ફેલાયું.