There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form,
વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાંસદા તાલુકાના આદિવાસી અને જરૂરિયાતમંદ બાળકો માટે વિશેષ સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ લગભગ 200થી વધુ બાળકોને નવા કપડા અને શૈક્ષણિક પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા દરેક બાળક સુધી જરૂરી સહાય પહોંચાડવામાં આવી અને તેમને શિક્ષણ તરફ પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું. વરદાનનું મકસદ માત્ર સહાય કરવાનું નહીં પરંતુ બાળકોના ભવિષ્યના નિર્માણ માટે તેમના પગલાઓને મજબૂતી આપવાનું છે. આ કાર્યક્રમ દ્વારા વાંસદા ગામમાં ખુશીની લહેર છવાઈ ગઈ અને સમાજના નબળા વર્ગ માટે આશાનું પ્રકાશ ફેલાયું.